| ૧૬ - બહુમાળી મકાનો :-
સત્તામંડળના વિસ્તારમાં બહુમાળી મકાનોનાં બાંધકામને નીચેના વિનિયમોને આધીન પરવાનગી આપવામાં આવશે.
|
|
૧૬-૧ |
ક્ષેત્રફળ :-પ્લોટનું ઓછામાં ઓછું ક્ષેત્રફળ પ૦૦.૦૦ ચોરસ મીટર (૬૦૦ ચોરસવાર) હોવું જોઈશે. |
|
૧૬-ર
|
ફ્રન્ટેજ :- |
|
| |
આ પ્રકારનું બાંધકામ ઓછામાં ઓછા ૧ર મીટર (૪૦') પહોળાઈના બાહય રસ્તા પર થઈ શકશે. |
|
| ૧૬-૩ |
એફ.એસ.આઈ.:-પ્લોટની સ્થળ સ્િથતિ અનુસાર પરવાનગી પાત્ર એફ.એસ.આઈ. વિનિયમ નં. ૧ર.ર તથા ૧૩.૩ માં જણાવ્યા અનુસારની રહેશે. |
|
| ૧૬-૪ |
મારજીન :- મારજીન પ્લોટની સ્થળ સ્િથતિ અનુસાર વિનિયમ નં. ૧ર.ર તથા ૧૩.ર મુજબ રાખવાના રહેશે. |
|
| ૧૬-પ |
ઉંચાઈ :- કાનની ઉંચાઈ વિનિયમ નં. ૧ર.ર અને ૧૩.૩ ની જોગવાઈઓ મુજબ નિયંત્રિત રહેશે. |
|
| ૧૬-૬
|
સ્કીપ ફલોર (ખાલી માપ) :- |
|
| |
બહુમાળી મકાનમાં તેનાં રહેવાસીઓ માટેના સાર્વજનીક હેતુ માટે ખુલ્લા રાખવામાં આવતો માળ એટલે ખાલી માળ કે સ્કીમ ફલોર. આ ખાલી માળનો ઉપયોગ સામુદાયીક મીટીંગ, બાળકોની રમતગમતની જગ્યાના ઈન્ડોર રમતો થઈ શકે બહુમાળી મકાનમાં સ્કીપ ફલોર નીચેના શરતોએ રાખી શકાશે. |
|
| (ક)
|
જીમીનની સપાટીથી સ્કીપ ફલોર ઓછામાં ઓછી ૧પ મીટર (પ૦') ની ઉંચાઈએ રાખી શકાશે. |
|
| (ખ) |
એક કરતાં વધુ સ્કીપ ફલોર સુચવવામાં આવેલ હશે ત્યાં બે સ્કીપ ફલોર વચ્ચે ઓછામાં ઓછું ૧૦ મીટર (૩૩') નું અંતર રાખવાનું રહેશે. |
|
| (ગ)
|
સ્કીપ ફલોરની ઓછામાં ઓછી ઉંચાઈ ર મીટર (૬') ની રાખવાની રહેશે. |
|
| (ઘ) |
સ્કીપ ફલોરમાં ફલોરનાં અંતિમ ભાગ પર ૧.પ મીટર (પ') ની ઉંચાઈની પેરાપેટ સિવાય પાર્ટીશન દિવાલ કે અન્ય કોઈ રૂમ વગેરેનું બાંધકામ થઈ શકશે નહી.
|
|
| (ચ) |
સ્કીપ ફલોરનું ક્ષેત્રફળ એફ.એસ.આઈ.ની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહી. |
|
| (છ)
|
સ્કીપ ફલોરની ઉંચાઈ મકાનની પરવાનગી પાત્ર કુલ ઉંચાઈની ગણતરી માટે ધ્યાન લેવામાં આવશે. |
|
| ૧૬-૭ |
પોડીયમ અને ટાવર સાથેના બહુમાળી મકાનો :- |
|
| |
બહુમાળી મકાનો માટેના વિનિયમ ૧ર તથા ૧૩ માં કરવામાં આવેલ જોગવાઈઓ ધ્યાને લીધા સિવાય પોડીયમ તથા ટાવર સાથેનું બહુમાળી મકાન નીચેની જોગવાઈઓને આધીન પરવાનગી પાત્ર રહેશે. |
|
| (૧) |
જમીનથી ૭ મીટરથી વધુ ઉંચા નહિ તેવા ચોતરફ લઘુતમ પ મીટરના મારજીન સાથેના પોડીયમને વધુમાં વધુ પ્લોટનાં ૪૦ % ના બાંધકામ વિસ્તારની મર્યાદામાં પરવાનગી આપવામાં આવશે. |
|
| (ર) |
પોડીયમ ઉપર ટાવરનું બાંધકામનું ક્ષોત્રફળ પોડીયમનાં ક્ષેત્રફળનાં પ૦ % થી વધુ રાખી શકાશે નહી. |
|
| (૩) |
પોડીયમ પરના ટેરેસ માટે મકાનની અંદર તેમજ બહારથી પ્રવેશની વ્યવસ્થા કરવી જોઈશે અને ટેરેસનો ઉપયોગ સાર્વજનિક હેતુ માટે કરવાનો રહેશે.
|
|
| ૧૬-૮ |
લીફટ :- |
|
| |
દરેક બહુમાળી મકાનમાં નીચે મુજબ લીફટની જોગવાઈ કરવાની રહેશે. |
|
| (૧)
|
દરેક ફલેટ, ટેનામેન્ટ કે ઓફીસને પેસેજ દવારા લીફટ વેલ તથા દાદર સુધી જોડવાના રહેશે. |
|
| (ર)
|
રહેણાંકના મકાન માટે દર ર૦ ફલેટ કે ટેનામેન્ટ અથવા તેવા ભાગ દીઠ એક લીફટ અને બીન રહેણાંકના મકાનમાં બાંધકામનાં દર ૧૦૦૦ ચોરસ મીટર કે તેના ભાગ દીઠ એક લીફટની જોગવાઈ કરવાની રહેશે.
|
|
| (૩)
|
ભોયતળીયા તથા તેની ઉપરનાં ત્રણ માળનાં બાંધકામને લીફટની જોગવાઈની ગણતરી કરતી સમયે ધ્યાને
લેવાનું રહેશે નહિ. |
|
| (૪)
|
લીફટની જોગવાઈ ભોંયતળીયાથી જ કરવાની રહેશે અને દરેક લીફટની લઘુતમ ક્ષમતા છ (૬) વ્યકિતઓની રહેશે. |
|
| (પ)
|
ઉપરોકત વિનિયમોની જોગવાઈઓ ધ્યાને લીધા સિવાય રપ મીટર કે તેથી વધુ ઉંચાઈના દરેક બહુમાળી મકાનમાં ઓછામાં ઓછી બે લીફટની જોગવાઈ કરવાની રહેશે. |
|
| ૧૬-૯ |
પાર્કીંગ :-
બહુમાળી મકાનની હદથી ચોતરફ ૪ મીટર (૧૩') ના અંતર સુધીમાં પાર્કીંગની પરવાનગી આપવામાં આવશે નહિ. રસ્તા બહારનાં પાર્કીંગની જોગવાઈ વિનિયમ નંબર ર૧ મુજબ કરવાની રહેશે. |
|
| ૧૬-૧૦ |
પ્રવેશ લોબી :- |
|
| |
દરેક માળનાં દરેક ફલોર કે ટેનામેન્ટ દીઠ ૬.૭પ ચોરસ મીટર (૭ર ચો. ફુટ) લેખે પ્રવેશ લોબીની જોગવાઈ કરવાની રહેશે. દરેક માળ પર આ રીતે જોગવાઈ કરવામાં આવેલ લોબી સતત અને સંયુકત રહેવી જોઈશે. પ્રવેશ લોબી ખુલ્લી રાખવાની રહેશે તેની ઉપર કોઈપણ પ્રકારનું બાંધકામ થઈ શકશે નહિ અને તેની ઉપર દરેક ફલેટ, ટેનામેન્ટ, લીફટ તથા દાદરને પ્રવેશ મળવો જોઈશે. પ્રવેશ માર્ગ માટેના ઉપરોકત લઘુતમ ક્ષેત્રફળને એફ.એસ.આઈ. ની ગણતરીમાં લેવાશે નહિ. |
|
| ૧૬-૧૧ |
દાદર :- |
|
| |
દાદરની ચોખ્ખી પહોળાઈ ૧.પ મીટર (પ') થી ઓછી રાખી શકાશે નહિ. પરંતુ દરેક માળ પર ફકત બે જ ફલેટ કે ટેનામેન્ટ આવેલ હોય તેવા માત્ર રહેણાંકના મકાનો માટે દાદરની પહોળાઈ ૧.ર મીટર (૪') સુધી રાખી શકાશે. |
|
| ૧૬-૧ર |
કોરીડોર, લેન્ડીંગ લોબી, પેસેજ કોરીડોર :- |
|
| |
કોરીડોર, લેન્ડીંગ, લોબી તથા પેસેજની પહોળાઈ ર મીટર (૬'-૬') થી ઓછી રાખી શકાશે નહિ. |
|
| ૧૬-૧૩ |
બાલ્કનીની મહત્તમ લંબાઈ :- |
|
| |
મકાનનાં મારજીન ખુલ્લી જગ્યા કે પ્રવેશ માર્ગ પર બાંધવામાં આવેલ બાલ્કનીની કુલ લંબાઈ મકાનના પરીઘના પ૦ % થી વધારે રાખી શકાશે નહિ. |
|
| ૧૬-૧૪ |
ઓવર હેડ ટેન્ક :- |
|
| |
ઓછામાં ઓછા ૭પ,૦૦૦ લીટરની કેપેસીટીની ઓવર હેડ ટેન્ક દરેક બહુમાળી મકાનમાં રાખવાની રહેશે. |
| ૧૬-૧પ |
માળની ઉંચાઈ :- |
|
| |
વિવિધ રુમ તથા માળની ઓછામાં ઓછી ચોખ્ખી ઉંચાઈ નીચે મુજબ રહેશે. |
|
| (ક) |
ડાઈનીંગ સ્પેસ, વરંડા, બાથરુમ, ગેરેજ, પુજા રુમ, બળતણનો રુમ, પેસેજ, સીડી રુમ અને પંપ રુમની ઓછામાં ઓછી ઉંચાઈ ર મીટર (૬''-૬'') ની રાખવાની રહેશે. |
|
| (ખ)
|
રહેણાંક અને વ્યાપારીક હેતુ માટેના મકાનમાં ભોંયતળીયા તથા દરેક માળની ઉંચાઈ ર.૬ મીટર (૮''-૮'') રાખવાની રહેશે. કૃત્રિમ છત ધરાવતાં માળમાં ર મીટર (૬''-૬'') ની ઓછામાં ઓછી ઉંચાઈ રાખવાની રહેશે. |
|
| (ગ)
|
અન્ય હેતુ માટેના મકાનોમાં ભોંયતળીયા તથા દરેક માળની ઉંચાઈ ઓછામાં ઓછી ૩ મીટર (૧૦'') રાખવાની રહેશે. |
|
|